Advertisement સમાજ ના અગ્રણી આગેવાનો
08:18

ક્ષત્રિય ઠાકોર સમાજ શુ છે??

Posted by Yuva kshatriya Thakor Samaj

ઠાકોર મુળ ક્ષત્રિય સમાજનો એક વિશાળ સમુદાય છે. તે ક્ષત્રિય ઠાકોર સમાજ ની જાતીના કુળનો એક વિશાળ સમુહ છે. 

ઉત્તર ગુજરાતમાં વસતી આ કોમ વંશ-પરમાર, ચૌહાણ, સોલંકી, ચાવડા, રાઠોડ, મકવાણા, ઝાલા, વાઘેલા , પઢિયાર ,ડાભી ,ખાંટ ,પગી વગેરે ક્ષત્રિય ઠાકોર તરીકે ઓળખાય છે. 

મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્રમાં વસતા ઠાકોરો બારૈયા કે પાટણવાડીયા અથવા તો ધારાળા તરીકે ઓળખાય છે.

આ ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતમાં વિશાળ સંખ્યામાં વસે છે. ક્ષત્રિય ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતમાં તેના પહેરવેશ અને નામને કારણે હમેશાં ખ્યાતિમાન છે.

ક્ષત્રિય ઠાકોર સમાજ તેના ઠાઠ માઠ અને ત્યાગની ભાવના માટે હમેશાં ખ્યાતનામ છે.

ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો કાનમાં મરચી કે ગોખરુ અથવા બુટ્ટીઓ તેમજ કેડે કંદોરા અને ખભા ઉપર ખેસ કે માથે સાફો અથવા તો પાઘડી પહેરે છે. ઉપરાંત વડીલો ઘેરદાર ધોતી અને પહેરણ પહેરે છે અને પગમાં મોજડી અથવા તો બુટ પહેરે છે.

ક્ષત્રિય ઠાકોર સમાજની સ્ત્રીઓ ઘેરદાર ઘાઘરા અને સાડલો (સાડી) તેમજ પગમાં કડલાં, કાંબીયુ કે સાંકળા પહેરે છે. ઉપરાંત ગળામાં ટુપિયો અને અન્ય આભુષણો પહેરે છે.

ક્ષત્રિય ઠાકોરોની ખુબી એ છે કે, તેમના સંતાનોના લગ્ન તેમનાથી બીજી જ અટક ધરાવતા ઠાકોર કુટુંબમાં થાય છે.

0 comments:

Post a Comment