Advertisement સમાજ ના અગ્રણી આગેવાનો


આપણો સમાજ જયારે નવા સોપાન અને ઊંચા શીખરો સર કરી રહયો છે. એ આપણા માટે આનંદની અને ગર્વ ની વાત છે. પણ સાથે દુઃખની વાત તો એ છે કે, હજુ પણ આપણા સમાજના અમુક લોકો વ્યસન, દહેજ પ્રથા,અંધશ્રધ્ધા, શૈક્ષિણક સ્તરનો અભાવ જેવા દુષણો થી ઘેરાયેલો છે.
 
કોઇ પણ દેશ હોય, કોઇ પણ રાજય હોય કે કોઇ પણ સમાજ હોય એમાં યુવા પેઢીની પ્રગતિએ મહત્વની વાત છે. જયાં યુવાપેઢી મજબુત હોય તે સમાજ, રાજય, કે તે દેશ મજબુત કારણ કે, નવા વિચારો, જોશ, શકિત, આવા બધા ગુણો યુવાનો હોય અને કહેવત પ્રમાણે પાયો મજબુત તો ઇમારત મજબુત એમ આપણા સમાજને મજબુત કરવા આપણા આપણા યુવાનોને જાગૃત કરવા પડશે.
 
આપણી જ્ઞાતિની એકતા અને ગૌરવ વધે, જ્ઞાતિમાં શૈક્ષિણક સ્તર ઉંચુ આવે, આપણો સમાજ વ્યસન મુકત બને. દહેજ પ્રથા,અંધશ્રધ્ધા જેવા દુષણો દુર થાય જ્ઞાતિનો સર્વાંગી વિકાસ થાય અને આપણા સમાજમાં જાગૃતિ આવે તેવો અમે નમ્ર પ્રયાસ અમે કરી રહયા છીએ.અને જ્ઞાતિના સુખ દુઃખના પ્રંસગોમા સાથે રહીને જ્ઞાતિના પ્રશ્નોને વાચા માપવા અમે કટીબધ્ધ અને પ્રયત્નશીલ છીએ. અને રહીશુ તો આપ સૌ જ્ઞાતિજનોને આપણી જ્ઞાતિની વિકાસયાત્રામાં જોડાવવા અને સહભાગી થવા અમારૂ ભાવભર્યુ નિમત્રણ છે.
 
જરૂર છે માત્ર આપ સૌના સાથ સહકાર અને માર્ગદર્શનની જેથી કરીને આપણા સમાજને આપણે એક પ્રગતિ શીલ સમાજ તરીકે આગળ લઇ જઇ શકીએ. આ અમારો પ્રથમ પ્રયાસ છે. આશા છે બધા મિત્રોનો આમાં પણ સહયોગ પ્રાપ્ત થશે.

નિરજ ઠાકોર
 અધિક્ષક (ગાંઘીનગર)
યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ          

B.E.(C.E),M.E.(CSE)
પ્લોટ નં - 493/સી/2,
સેક્ટર - 6-બી , ગાંધીનગર
+91-9824613828








  

 

0 comments:

Post a Comment