Advertisement સમાજ ના અગ્રણી આગેવાનો

દેશના પાંચ રાજ્યોની સરકારે ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો ક્રાંતિકારી અને લોકોને ઉપયોગી, સમાજનું સ્વાસ્થ્ય સુધરે તેવો નિર્ણય લઇ લીધો છે.પરંતુ ગુજરાતમાં પડીકીમાં વેચાતું આ ઝેર હજી છુટથી વેચાઇ રહ્યું છે. 
 જાહેર સ્થળો ઉપરાંત જ્યાં જ્યાં તેના પર પ્રતિબંધ છે તેવી સ્કૂલોની આસપાસના ૧૦૦ મીટરના એરિયામાં પણ ગુટકાની પડીકીઓ વેચાઇ રહી છે.થોડો સમય નશો આપતા આ ગુટકા જીવલેણ બની શકે છે,બને છે.સંશોધનોએ પુરવાર કર્યું છે કે ગાળા,મોઢાંના કેન્સરનું પ્રમાણ દેશમાં અને ગુજરાતમાં તીવ્રતાથી વધી રહ્યું છે અને તેનું સૌથી મોટું કારણ તમાકુ,ગુટકા,પાન,ફાકી-માવાનું વ્યસન અને સેવન છે. આ સ્થિતિ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો સૌથી ગંભીર છે. સૌરાષ્ટ્રમાં દર દસ દૂકાને એક દૂકાન પાનની છે.
- સૌરાષ્ટ્રમાં તમાકુથી થતાં કેન્સરનું પ્રમાણ ૪૦ ટકા છે. 
 બાળકો પણ તમાકુ,ગુટકા બેફામ ખાય છે.ધો.૭ થી ધો.૧૧માં માં ભણતા હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી ૪૦ ટકા વિદ્યાર્થીઓ ગુટકા કે તમાકુ ખાતા છે. જે બાળક ૧૨-૧૩ વર્ષની ઉંમરે તમાકુ ખાવાનું શરૂ કરે તેને ૨૫ વર્ષે કેન્સર થવાનું જ.અમે તો તેને ટોબેકો બોમ્બ કહીએ છીએ. વ્યસનીઓ ગમે તે દલીલ કરે, ગુટખા, તમાકુથી કેન્સર થાય છે તે હકીકત છે. 
- મૃત્યુ તો આવે જ છે, જીવન પણ બગડે છે 
-  ગળાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
-  સ્ત્રીઓમાં ગુટકા-સિગારેટનું વ્યસન વધી રહ્યું છે. 
- રાજ્યનું યુવાધન બરબદ થઇ રહ્યું છે. 
-  પાન કરતાં પણ ફાકી અને તેથી પણ ગુટકા વધારે નુકસાનકારક છે. 
-  ૨૦ ટકા છોકરીઓ પણ સિગારેટ પીવે છે 
-  પછાત વિસ્તારની સ્કૂલોના ૪૦ ટકા બાળકોને તમાકુનું વ્યસન છે. સરકારને આવક થાય છે પરંતુ સમાજને થતું નુકસાન ઘણું મોટું છે. 

ગુટકાની કડવી હકીકત: 
- ૨૯.૪% લોકો ગુજરાતમાં ગુટકાના બંધાણી છે. 
-  ૬ લાખ લોકો દેશમાં દર વર્ષે તમાકુના કારણે મૃત્યુ પામે છે. 
-  ૩૦ ટકા શિક્ષકો ગુટકાના વ્યસની છે. 

ગુટકાની ભયાનક અસરો: 
-  ગુટકા-તમાકુથી કેન્સર થાય. 
- યુવાનોમાં નપુંસકતા આવે છે. 
-  હાર્ટએટેકનું જોખમ વધી જાય. 
- પાચનતંત્ર ખરાબ થતું જાય 
- મોઢું ઓછું ખૂલવા લાગે છે. 
-  શરીરની તમામ સિસ્ટમ પર તેની વિપરીત અસરો થાય છે. 
-  દાંત ગંદા થાય છે, જે કોલેજમાં 
- સર્કલમાં પર્સનાલિટી બગાડે છે. 
-  ભારતમાં ગુટકા ખાવાથી દરવર્ષે ૬ લાખ વ્યસની ઓના મોત નિપજે છે. 

 ગુટકાનું પાયમાલીનું ગણિત: 
રૂ. પ - સરેરાશ ગુટકાના પાઉચની કિંમત 
રૂ. ૨૦ - સરેરાશ ચાર પાઉચ દિવસના ખાય તો ખર્ચ 
રૂ. ૧૪૦ - સપ્તાહના ખર્ચ 
રૂ. ૬૦૦ - મહિ‌નાનો ખર્ચ 
રૂ. ૭૨૦૦ - વાર્ષિ‌ક ખર્ચ 
રૂ. ૨.૧૬ - લાખ ૩૦ વર્ષનો ખર્ચ 

મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આગામી ૧૧મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ માટે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર અભિનંદનને હકદાર છે. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને યુવા ક્ષત્રિય ઠાકોર સમાજના લાખ લાખ અભિનંદન. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતથી લાખો લોકોની અમુલ્ય જિંદગી બચશે. ક્ષત્રિય ઠાકોર સમાજ કુરિવાજો અને વ્યસનોથી દૂર રહે, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" અનુરોધ કરે છે અને ક્ષત્રિય ઠાકોર સમાજને સામાજિક એકતા અને સમરસતાથી વિકાસ વેગવંતો કરવા "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" હાકલ કરે છે. 

 "જય માતાજી"
યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ

0 comments:

Post a Comment