Advertisement સમાજ ના અગ્રણી આગેવાનો

ગુજરાત હાઈર્કોટ દ્રારા ગુજરાત રાજ્યની નીચલી ર્કોટો માં આસીસ્ટન્ટ (જુનીયર કર્લાક) (વર્ગ ૩) માટે ઓન લાઈન અરજીઓ ભરાવાની શરુ થઈ ગયેલ છે..
જેના પગારધોરણ : રુ. ૫,૨૦૦-૨૦,૦૦૦ + ગ્રેડ પે રુ.૧,૯૦૦ છે.

જરુરી શૈક્ષણિક લાયકાત:
* એસ. એસ. સી કે તેની સમક્ષક પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
* અગ્રેજી ટાઈપીગ માં દર મિનિટે ૩૦ શબ્દ ઝડપ અથવા ગુજરાતી ટાઈપીગ માં દર મિનિટે ૨૫ શબ્દ ઝડપ અને જી.સી.સી પરીક્ષા પાસ કર્યાનુ પ્રમાણપત્ર હોવુ જોઈએ.
* ગુજરાત સરકારશ્રીનાં તા.૧૩/૦૮/૨૦૦૮ના ઠરાવમાં ઠરાવ્યા મુજબનુ કોમ્પ્યુટર ઓપરેશનને લગતુ પાયાનું નોલેજ હોવુ જોઈએ.

વય ર્મયાદા :
* ૧૮ વર્ષથી ઓછી નહી અને ૨૫ વર્ષથી વધુ નહી હોવી જોઈએ.

વય ર્મયાદામાં છુટછાટ :
* સા. અને શૈ. પ. વર્ગ માટે ૫ વર્ષની છુટછાટ ગુજરાત હાઈર્કોટ દ્રારા નક્કી કરવામાં આવેલી છે.
નોધ :
- અરજી કરવાનાં છેલ્લા દિવસ સુધી વય ૪૫ વર્ષ કરતા વધુ ના થવી જોઈએ.
- ચાલુ વર્ષનું નોન-ક્રિમીલેયર સર્ટીફીકેટ રજુ કરેલ હશે તો જ અનામતનો લાભ મળશે.


ફી અને ચુકવણીની કેવી રીતે કરશો :
* સા. અને શૈ. પ. વર્ગ માટે ફી રુ.૨૫૦ તથા બેન્ક ચાર્જીસ ચુકવવાના રહેશે.
* સૌપ્રથમ ગુજરાત હાઈર્કોટની વેબ સાઈડ www.gujarathighcourt.nic.in અથવા http://hcrec.guj.nic.in:8080/ ઉપરથી નિયત નમુનાનું કેશ વાઉચર ડાઉનલોડ કરવાનું રહેશે.
* કેશ વાઉચરમાં જરુરી વિગતો ભરી, તા.૨૧/૦૨/૨૦૧૨ થી તા.૨૦/૦૩/૨૦૧૨ સુધીમાં State Bank of India અને State Bank of India ની કોર બેન્કીગ મારફ્તે " રજીસ્ટ્રાર જનરલ, ગુજરાત હાઈર્કોટ, સોલા,અમદાવાદ." ના ચાલુ ખાતા નબર : ૩૦૭૨૫૮૧૧૭૮૫ માં નિયત ફી જમાં કરાવવાની રહેશે.
* 'Office Copy ' અને ' Candidate's Copy' લખેલ કેશ વાઉચર બેન્ક તરફથી પરત મેળવવાના રહેશે.

અરજી કરવાની રીત:
* તા.૨૧/૦૨/૨૦૧૨ થી તા.૨૦/૦૩/૨૦૧૨ સુધી ગુજરાત હાઈર્કોટની વેબ સાઈડ www.gujarathighcourt.nic.in અથવા http://hcrec.guj.nic.in:8080/ ઉપર ONLINE નામથી મુકવામાં આવેલ LINK મારફતે નિયત નમુનામાં ઓન-લાઈન અરજી કરવાની રહેશે.
* પોતાનું e-mail id હોવુ જોઈએ. જો e-mail id ન હોય બનાવી દેવુ.
* કેશ વાઉચરમાં લખેલ Bank Branch Code અને Bank Transaction Journal Number ઓન-લાઈન અરજીમાં યોગ્ય જગ્યાએ દર્શાવવનાં રહેશે.
* Application Number અને Confirmation Number યાદ/નોધીને રાખવા.

0 comments:

Post a Comment